જીરૂનો ભાવ મજબૂત રહેવાની સંભાવના
જીરૂ વિશ્ર્વનો મરી પછી બીજા નંબરનો સૌથી મહત્વનો મસાલા પાક છે. વિશ્ર્વમાં, ભારત એ જીરાનું સૌથી વધારે ઉત્પાદન અને વપરાશ કરતો દેશ છે. દેશમાં ગુજરાત રાજ્ય જીરૂના વાવેતર તેમજ ઉત્પાદનમાં ૭૦ ટકા ફાળો આપતુ એક અગ્રણી રાજ્ય છે. જયારે રાજસ્થાન બીજા ક્રમે રહે છે. જીરૂ ગુજરાત રાજ્યનો મુખ્ય મસાલા પાક છે. આ પાકનું મુખ્યત્વે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ, પોરબંદર, રાજકોટ અને જામનગર જીલ્લામાં વાવેતર થાય છે. સુરેન્દ્રનગર, જીરૂનું સૌથી વધારે ઉત્પાદન કરતો જીલ્લો છે.
સને ૨૦૧૧–૧૨ માં ગુજરાતમાં જીરૂનું વાવેતર ૩.૭૪ લાખ હેક્ટરમાં થયેલ, અને ઉત્પાદન ૨.૮૩ લાખ ટન જેટલું થયેલ તેમજ ઉત્પાદકતા ૭૬૦ કિલોગ્રામ પ્રતિ હેકટર મળેલ, જયારે, દેશમાં ૫.૧૩ લાખ હેકટર વાવેતર માંથી ૩.૪૨ લાખ ટન ઉત્પાદન મળેલ હતુ. પરતું, ચાલું વર્ષ ૨૦૧૨-૧૩માં ગુજરાતમાં પિયત પાણીની અછતના લીઘે જીરૂ હેઠળનો વિસ્તાર ૧૦ ટકા જેટલો ઘટીને ૩.૩૪ લાખ હેકટરમાં થયેલ હોવાનો અંદાજ છે. તેમજ રાજસ્થાનમાં પણ આ વર્ષે જીરૂનું ઉત્પાદન ઓછુ રહેશે. ગત વર્ષ ૨૦૧૧-૧૨માં દેશમાંથી ૪૫,૫૦૦ ટન જીરૂની નિકાસ થયેલ હતી, જે ચાલું વર્ષ ૨૦૧૨-૧૩માં વઘીને વિક્રમજનક આશરે ૬૦,૦૦૦ ટન થવાની સંભાવના રહેલી છે. જીરૂના મુખ્ય નિકાસકાર દેશો સીરિયા અને તુર્કી છે, પરંતુ તે દેશોનું ઉત્પાદન જૂન-જુલાઇમાં મોડું આવે છે. ભારતમાંથી જીરૂની નિકાસ અમેરિકા, ઇંગલેન્ડ, યુનાઇટેડ આરબ અમિરાત, જાપાન અને બ્રાઝિલ, વગેરે દેશોમાં કરવામાં આવે છે. ગત વર્ષે જીરૂના ભાવ માર્ચ થી મે, ૨૦૧૨ દરમ્યાન મણના રૂ׀. ૨૪૦૦ જેટલા રહેલ, જે જૂલાઇ, ૨૦૧૨થી વરસાદની અનિશ્ચિતતાને લીધે વધીને હાલ વિવિધ બજારોમાં મણના રૂ׀. ૨૫૦૦ આસપાસ પ્રવર્તે છે. જે હવે સ્થિર રહેવાની સંભાવના છે, સિવાય કે અગામી થોડાક અઠવાડિયાં, જયારે આવક મહતમ રહેતી હોય છે ત્યારે થોડો ઘટાડો થવા સંભવ છે. ચાલુ વર્ષે ઉત્પાદનમાં લગભગ ૧૦ ટકા જેટલો ઘટાડો રહેવા સંભવ છે અને નિકાસની તકો સારી જણાય છે.
ગુજરાત અને દેશમાં જીરાની ઉત્પાદનની વર્તમાન પરિસ્થિતિ તેમજ વેપારીઓના અહેવાલોને ધ્યાને લઇને કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની સંશોધન ટીમે ઊંઝા માર્કેટના પાછલા ૨૦ વર્ષના ભાવના આંકડાઓનુ પ્રુથ્થકરણ કરેલ. પ્રુથ્થકરણનું તારણ અને રાષ્ટ્રીય કૃષિ ઉન્નતીકરણ યોજના, ડોમેસ્ટીક એન્ડ એક્સપોર્ટ માર્કેટ સેલ, તામિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઇમ્બતુરના માર્ગદર્શન મુજબ એવું અનુંમાન છે કે જીરૂનોભાવ એપ્રિલ થીમે, ૨૦૧૩ (કાપણીનાસમયે) દરમ્યાનમણના ૨૪૫૦થી૨૭૦૦રહેવાનીશક્યતાછે. આથી ખેડૂતભાઇઓ ઉપરોકત પરિસ્થિતિને ઘ્યાને રાખીને પોતાની રીતે નિર્ણય કરી જીરૂનો સંગ્રહ કરી, મે ૨૦૧૩ પછી પોતાની અનુકૂળતા મુજબ વેચાણ કરવા સુચન છે. જો નિકાસની તકો સારી રહેશે તો ભવિષ્યમાં ભાવ વઘવાની સંભાવના છે.
Price forecast reports of Cumin at pre-harvesting in Gujarat, released on 25-03-2013, Dr. M. G. Dhandhalya, Assoc. Research Scientist, Department of Agril.Economics, JAU, Junagadh
- Login to post comments
- 1700 reads
